Connect Gujarat
ગુજરાત

ભરૂચ : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવા જિલ્લા પ્રમુખની વરણી કરાઈ

નવા હોદ્દેદારોને નિમણૂંક પત્રો એનાયત કરાયા.

ભરૂચ : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવા જિલ્લા પ્રમુખની વરણી કરાઈ
X

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના હોદ્દેદારોની ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના સભાખંડ ખાતે બેઠક મળી હતી, ત્યારે બેઠક દરમ્યાન બ્રહ્મ સમાજના નવા પ્રમુખની વરણી પણ કરવામાં આવી હતી.

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના સભાખંડ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની બેઠક દરમ્યાન સમગ્ર જિલ્લાના ભૂદેવ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવા પ્રમુખ તરીકે યુગેશ પુરાણીની નિમણૂંક કરવામાં આવી હતી. તેમજ નવા હોદ્દેદારોને નિમણૂંક પત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સમગ્ર બેઠકમાં મહામંત્રી બિપીન પટેલ, દિનેશ અધ્વર્યુ, રજનીકાંત રાવલ, પ્રદિપ રાવલ, દિપક ઉપાધ્યાય અને શૈલેશ દવે સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની યોજાયેલ બેઠકમાં અગામી વર્ષ દરમ્યાન કરવામાં આવતા વિવિધ કાર્યો અંગેની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Next Story
Share it