Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર કટિબદ્ધ, NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય...

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે

X

ભરૂચમાં નર્મદા નદીમાં પૂરના પગલે NDRF તેમજ SDRFની એક-એક ટુકડીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRF અને SDRFની ટીમ પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે કટિબદ્ધ છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે પૂરની પરિસ્થિતીના પગલે વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી માટે NDRF અને SDRFની એક-એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 33 ફૂટ પર પોહચતાં સર્જાયેલ પૂરની સ્થિતિના પગલે તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગતરાત્રે જ બચાવ કામગીરી માટે વાલિયા SRP ગ્રુપ-10ની SDRFની એક ટીમ ભરૂચ આવી પહોચી હતી. 19 જેટલા જાંબાઝ જવાનોની ટીમ બચાવ સામગ્રી સાથે ઝાડેશ્વરના ગાયત્રી મંદિર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે જિલ્લા વહીવટી તંત્રના આદેશ મળતાં જ કોઈપણ પરિસ્થિતિ માટે સજ્જ છે. આજ રીતે 25 જાંબાઝ જવાનોની NDRF ની એક ટીમ પણ વડોદરાથી આવતા ઝાડેશ્વર પાટીદાર વાડી ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે ટીમ કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા સજ્જ થઇ છે.

Next Story