ભરૂચ : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે બોરોસિલ રિન્યૂએબલ્સ ખાતે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત બોરોસિલ રિન્યૂએબલ્સ દ્વારા 1 હજાર વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરી જળસંચય પ્રવૃત્તિમાં ઉમદા યોગદાન આપવામાં આવનાર છે,

New Update
  • સરકારે જળસંચય પ્રવૃત્તિથી ભાવનાને સાર્થક કરી બતાવી

  • ઝઘડીયા ખાતે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ કરાયું

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ

  • 1 હજાર વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરવામાં આવશે

  • ભવિષ્યમાં ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે : સી.આર.પાટીલ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત બોરોસિલ રિન્યૂએબલ્સ દ્વારા 1 હજાર વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરી જળસંચય પ્રવૃત્તિમાં ઉમદા યોગદાન આપવામાં આવનાર છેત્યારે બોરોસિલ રિન્યૂએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-રાજપીપળા રોડ પર ગોવાલી ગામ નજીક ઝઘડીયા પંથકમાં આવેલ બોરોસિલ રિન્યૂએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છેત્યારે આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણના પ્રતીકાત્મક શુભારંભના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચારો સાથે મહાનુભાવોએ નર્મદા નદીનું પાણી એક રિચાર્જ કૂવામાં અર્પણ કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માંકેચ ધ રેઇન” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જેનો મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું હતું. દેશના દરેક જિલ્લામાં 75 તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે.

જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મિશનનો ઉદ્દેશ ખેતરે-ખેતરેગામડે-ગામડેશહેરે-શહેરેવરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાં તેનો સંગ્રહ કરવાનો છે. સરકારેગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી બતાવી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેજળ સંરક્ષણવિદ મયંક ગાંધીભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવાઆગેવાન મુકેશ પટેલબોરોસિલ રિન્યૂએબલ્સ લિમિટેડના ચેરમેન પ્રદીપ ખેરુકાવાઇસ ચેરમેન શ્રીવર ખેરુકાબોરોસિલ રિન્યૂએબલ્સના પ્રતિનિધિઓપદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

પંચમહાલ : પાનમ ડેમમાં પાણીની આવક થતા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા કિનારાના ગામોને કરાયા એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

New Update
  • પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો 

  • પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો

  • ડેમનો એક ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યો

  • પાનમ નદીમાં 1275 ક્યુસેક પાણી છોડાયું

  • નદી કિનારના દસ ઉપરાંત ગામો એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઇ છે.તેમજ ઉપરવાસમાંથી પણ પાનમ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ વિભાગ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમનો એક ગેટ આખો ખોલી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.અને રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે હાલમાં પાનમ ડેમમાં 3850 ક્યુસેક પાણી છે. ડેમમાંથી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.જ્યારે બીજ તરફ પાનમ નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારે વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.