ભરૂચ: વેક્સિન સેન્ટર પર લોકોની ભીડ, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ !

ભરૂચના ઝાડેશ્વર ગામના વેક્સિન સેન્ટર પર લોકોની ભીડ. શોશ્યલ મીડિયા પર ઉડયા ધજાગરા

New Update
ભરૂચ: વેક્સિન સેન્ટર પર લોકોની ભીડ, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ !

કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે તો બીજી તરફ વેકસીનેશન પૂરજોશમાં ચાલી રહયું છે પરંતુ વેકસીનેશન સેન્ટરો પર જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ભરૂચના ઝાડેશ્વર ગામમાં આવેલ વેકસીનેશન સેન્ટર પર વેક્સિન લેવા શોશ્યલ ડિસ્ટન્સના જાણે ધજાગરા ઊડ્યા હતા.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનેશનના મહાઅભિયાન અંતર્ગત તમામ લોકો સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે ભરૂચ અને આસપાસના ગામોમાં 50થી વધુ સેન્ટરો ચાલી રહ્યાં છે, જેથી તમામ લોકોને ઝડપી વેક્સિન મળી રહે, પરંતુ આ વેક્સિનેશન કેમ્પના આયોજનના અભાવને કારણે લોકોની બેદરકારી સામે આવી છે.

લોકો જાણે એ રીતે ભીડમાં ઊમટયા છે કે તેમને કોરોના સંક્રમણ ફેલાય એનો ડર જ નથી. આ વેક્સિનેશન કેમ્પમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં લોકો એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ ગયા. લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી. ભરૂચના ઝાડેશ્વર ગામમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે વેકસીનેશન સેન્ટર પર લોકોની ભીડ જામતી અટકાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે એ જરૂરી છે.