ટીમ ઇન્ડિયા વિશ્વ ચેમ્પિયન બનતા ભરૂચ અંકલેશ્વરમાં ભવ્ય વિજ્યોત્સવ મનાવાયો, મોડી રાત સુધી લોકોએ કરી ઉજવણી

ચેમ્પિયન્સ ટ્રોફી ની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ટાઇટલ કબજે કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. હોળીના તહેવાર સમયે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો

New Update
  • દુબઈમાં રમાય ચેમ્પિયન્સ ટ્રોફીની ફાયનલ મેચ

  • ફાયનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું

  • દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો

  • ભરૂચ અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરાય

  • આતશબાજી અને ઢોલ નગારા સાથે જીતની ઉજવણી

Advertisment
ચેમ્પિયન્સ ટ્રોફી ની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ટાઇટલ કબજે કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. હોળીના તહેવાર સમયે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો

ભારતે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ટાઈટલ જીત્યું હતું ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.ભરૂચમાં પણ અલગ જ અંદાજમાં જ ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. આઈ.સી.સી. વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ T20 વર્લ્ડ કપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઇન્ડિયાએ જીતતા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આવી જ રીતે અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકા અને જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં પણ ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને આતાશબાજી કરી હતી. હોળીના તહેવાર ટાણે જાણે ભરૂચ અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો મોડી રાત સુધી લોકોએ જીતની ઉજવણી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

Advertisment
Latest Stories