New Update
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી અને વાંકોલ ગામના માર્ગ પર રાત્રીના સમયે દીપડો લટાર મારતો નજરે પડતા સ્થાનિક કાર ચાલકે તેનો મોબાઇલમાં વિડિયો ઉતારી વાઇરલ કર્યો હતો.દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી અને વાંકોલ ગામના માર્ગ પર રાત્રીના સમયે દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ત્યારબાદ વન વિભાગ થકી દીપડાને પકડવા માટે મચામડી ગામ પાસે દીપડો જે રોડ વિસ્તારમાં જોવા મળ્યો હતો.
ત્યાં 4 પીંજરા મૂકવામાં આવ્યા છે.જોકે થોડા દિવસ પહેલા વાંકોલ ગામ ખાતે દીપડાની હલનચલન જોવા મળતા 5 પીંજરા દીપડો પકડવા માટે પહેલેથી જ મૂકવામાં આવ્યા છે.
Latest Stories