ભરૂચ: બિસ્માર માર્ગથી ત્રસ્ત જાગૃત નાગરિકો દ્વારા કલેકટરને આવેનપત્ર પાઠવાયું

ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા બિસ્માર માર્ગો અને ટ્રાફિકજામની પરિસ્થિતિ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે

New Update

ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા બિસ્માર માર્ગો અને ટ્રાફિકજામની પરિસ્થિતિ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે

ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેર તેમજ જીલ્લાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર ઠેર ઠેર રોજે રોજ ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે. જીલ્લાની અનેકવિધ ફરિયાદોનું નિવારણ સમયોચિત મળતું જ નથી ત્યારે આના કાયમી ઉકેલની બાબત તો ઠીક, પરંતુ હાલમાં ભરૂચ શહેર અને તેની આસપાસના તમામ માર્ગો બિસ્માર બનતા જે ગંભીર પરિસ્થિતિ ઉદભવી રહી છે નાગરીકો પૈકી સરકારી નોકરીયાત વર્ગ, કોર્પોરેટ સેકટરમાં, ઔદ્યોગિક એકમોમાં નોકરી ધંધાર્થે જનાર નોકરીયાત અને કામદાર વર્ગો, શાળાએ જનારા બાળકો વગેરે કલ્પી નહિ શકાય તે રીતે હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે આ સમસ્યાનું તાકીદે નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે
#CGNews #dilapidated roads #Avedan #Pithole #Collector #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article