ભરૂચ હાઇવે પર ટેમ્પાની ટક્કરે મહિલાનો પગ ટાયર નીચે દબાયો, પોલીસે બચાવ્યો મહિલાનો જીવ..

ભરૂચ નેશનલ હાઇવે પર એક મહિલા પોતાના ચાર માસના બાળકને લઇને પસાર થઇ રહી હતી.તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

New Update

ભરૂચ નેશનલ હાઇવે પર એક મહિલા પોતાના ચાર માસના બાળકને લઇને પસાર થઇ રહી હતી.તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં મહિલાનો પગ ટાયર નીચે દબાઈ ગયો હતો,જોકે પોલીસ દ્વારા ટેમ્પાનું ટાયર કાઢીને મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે અમરાવતી ખાડી પાસેથી રેણુ બારીયા નામની મહિલા પોતાના ચાર માસના બાળકને સાથે લઈને રસ્તા પરથી પસાર થઇ રહી હતી,તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા માતા અને બાળક રોડ પર પટકાયા હતા,જેમાં મહિલાનો પગ ટેમ્પાના ટાયર નીચે દબાઈ ગયો હતો,આ અંગે હાઇવે પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમને જાણ થતા પોલીસ જવાનો દોડી આવ્યા હતા,અને ચાર માસના બાળકને પોતાની પાસે સુરક્ષિત રાખીને ટેમ્પાના ટાયર નીચે દબાયેલ મહિલાનો પગ બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી.તેમજ ટેમ્પાનું ટાયર કાઢી લઈને મહિલાનો પગ બહાર કાઢવામાં આવ્યો હતો.અને પોલીસ દ્વારા માતા તેમજ ચાર માસના બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સર્જાયેલી ઘટનામાં હાઇવે પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોની સેવાકીય કામગીરીની લોકો એ પ્રશંસા કરીને બિરદાવી હતી.
#Bharuch Police #CGNews #police #woman #Gujarat #accident #Bharuch #help
Here are a few more articles:
Read the Next Article