ભરૂચ શહેરમાં વરસાદી માહોલ બાદ મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળ્યા,વાહન ચાલકોએ વેઠી પારાવાર મુશ્કેલી

રાહદારી તેમજ વાહન ચાલકોએ ભારે ત્રાસ જનક પરિસ્થિતિ માંથી પસાર થવું પડી રહ્યું છે,ત્રણ દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય રસ્તા પર વહી રહ્યા છે,ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.   

New Update
ભરૂચ શહેરને વરસાદી પાણીએ ધમરોળ્યા બાદ હવે ગટરના પાણી શહેરીજનો માટે શિરદર્દ સમાન બન્યા છે. વરસેલા મુશળધાર વરસાદના પાણી તો શહેરમાંથી ઓસરી ગયા છે,પરંતુ સતત ત્રણ દિવસથી શહેરના કસક સર્કલ પાસે ઉભરાતી ગટરના કારણે સમગ્ર રસ્તા પર દુર્ગંધ મારતા પાણી ભરાય ગયા છે.
જેના કારણે માર્ગ  પરથી પસાર થતા રાહદારી તેમજ વાહન ચાલકોએ ભારે ત્રાસ જનક પરિસ્થિતિ માંથી પસાર થવું પડી રહ્યું છે,ત્રણ દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય રસ્તા પર વહી રહ્યા છે,ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરીને ઉભરાતા ગટરના પાણીને વહેતા બંધ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.   
આ અંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરમાં અન્ય વિસ્તારમાંથી પણ પાણી આવી રહ્યા છે અને તેનો પ્રવાહ વધારે છે.તેથી પ્રથમ તો અન્ય વિસ્તારમાંથી આવતો ભૂગર્ભ પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરવામાં આવ્યો છે,અને વહેલી તકે કસક સર્કલ પાસે ગટરના ઉભરાતા પાણી બંધ થઇ જશે અને સમસ્યા માંથી શહેરીજનોને રાહત મળશે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.  
#Bharuch News #ગટરના પાણી #Heavy rainfall #bharuch nagarpalika #Gujarati News #Nagarpalika Bharuch #વરસાદી માહોલ
Here are a few more articles:
Read the Next Article