ભરૂચ જિલ્લાના વાગરા ગામ નજીક પ્લાય ભરેલ આઈશર ટેમ્પો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરાથી સાયખાને જોડતા માર્ગ ઉપર સારણ-સાયખા વચ્ચે એક આઈશર ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં પ્લાય ભરી સાયખા તરફ જઇ રહેલા ટેમ્પોના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો.
જોકે, આ અકસ્માતની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં પલટી મારી જતાં ટેમ્પોને મોટી નુકશાન થવા પામ્યું હતું.