અંકલેશ્વર: બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ થયા પૂર્ણ, શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વર તાલુકામાં આવેલું છે બાકરોલ ગામ

  • બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ થયાં પૂર્ણ

  • સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો

  • રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત

  • વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમા રાજયના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલ, મામલતદાર કે.એન.રાજપૂત, ગામના સરપંચ મનસુખ વસાવા, ડે. સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું? તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે એવા પહેલા પ્રસંગમાં તેઓએ હાજરી આપી છે ત્યારે આ સુંદર આયોજન બદલ અને શિક્ષણ યજ્ઞ સતત ચાલુ રાખવા બદલ તેઓએ ગ્રામજનો અને શાળા પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો
Read the Next Article

ભરૂચ : દિલ્હીમાં લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના સમારોહમાં વાગરાના અખોડ ગામના સરપંચને આમંત્રણ, મોડેલ ગામ તરીકે અખોડનો વિકાસ

ભરૂચ જિલ્લામાં ઓડીએફ પ્લસ મોડેલ ગામમાં સારું કામ કરીને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે. જેને લઈને ગુજરાત રાજયમાંથી ૩ સરપંચની પસંદગી કરવામાં આવી છે

New Update
MixCollage-13-Aug-2025-08-19-PM-4

ભરૂચ જિલ્લામાં ઓડીએફ પ્લસ મોડેલ ગામમાં સારું કામ કરીને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે. જેને લઈને ગુજરાત રાજયમાંથી ૩ સરપંચની પસંદગી કરવામાં આવી છે.

જે દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે. જેમાં ભરૂચ જિલ્લાના અખોડ ગામના સરપંચ નરેન્દ્ર સોલંકી ને સ્વતંત્રતા દિવસના સમારોહમાં ડીડી ડબલ્યુ ખાસ મહેમાન તરીકે હાજરી આપવામાં માટે આમંત્રણ આપ્યું છે. જે દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે.
ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અખોડ ગામનાં સરપંચ  નરેન્દ્રસિંહ સોલંકીએ ગામની વિકાસગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, અમારા ગામને જિલ્લામાં "મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ" તરીકે ઓળખવામાં આવે છે, અને તેનું કારણ સ્પષ્ટ છે. અખોડ ગામ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.ગામના દરેક ઘરમાં ૧૦૦% શૌચાલયની સુવિધા છે, જે સ્વચ્છતા તરફનું પહેલું અને સૌથી મોટું પગલું છે. આ ઉપરાંત, અખોડમાં કચરાનું સંચાલન અનોખી રીતે થાય છે. દરેક ઘરમાંથી કચરો ભેગો કરી તેનું પૂરતું સેગ્રિગેશન કરવામાં આવે છે, જેમાં ભીના અને સૂકા કચરાને અલગ પાડવામાં આવે છે. સૂકા કચરામાંના પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે વેચી દેવામાં આવે છે, જ્યારે ભીના કચરામાંથી ઉત્તમ ગુણવત્તાનું ખાતર બનાવી ગામના ખેડૂતોને ખેતી માટે મફત વિતરણ કરવામાં આવે છે. આનાથી પર્યાવરણની સુરક્ષા સાથે આર્થિક લાભ પણ થઈ રહ્યો છે.
સાથોસાથ  અખોડ ગામમાં સુયોજિત ગટર વ્યવસ્થા પણ છે. અહીંના ગ્રે-વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરીને ખેતી માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે, જે પાણી બચાવવાની દિશામાં એક પ્રેરણાદાયક પગલું છે.વિકાસની આ ગાથા માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતી સીમિત નથી. ગામમાં લોકો જાગૃત રહે તે માટે જાહેર સ્થળો પર IEC (Information, Education and Communication) હેઠળ વિવિધ યોજનાકીય માહિતીઓ આપવામાં આવે છે. ભીંતચિત્રો, સૂત્રો અને ભવાઈ જેવા પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરીને ગ્રામજનોને શિક્ષણ અને જાગૃતિ પૂરી પાડવામાં આવે છે.