New Update
/connect-gujarat/media/media_files/2025/08/18/ank-ag-2025-08-18-09-39-38.png)
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં કારચાલક કાર લઇ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.આ તરફ અન્ય એક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી એક સાથે બે કાર ભડકે બળતા દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ થતા ડીપીએમસીના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ કયા કારણોસર લાગી તે જાણવા મળી શકયુ નથી.
Latest Stories