New Update
/connect-gujarat/media/media_files/1lFexI0K5q7dx7U8jGBd.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે એપલ પ્લાઝાની સામે અંકલેશ્વર-વાલિયા તરફ જવાના રોડની બાજુમાં ફોર વ્હીલ ગાડીમાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને 7.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે એપલ પ્લાઝાની સામે અંકલેશ્વર-વાલિયા તરફ જવાના રોડની બાજુમાં ફોર વ્હીલ ગાડીમાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ત્રણ ફોન તેમજ બે વાહનો મળી કુલ 7.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આદિત્ય નગર સોસાયટીમાં રહેતો જુગારી જગદીશ જગન્નાથ વાઘ,સંજય રાજેન્દ્ર પ્રસાદ સિંગ અને મહેન્દ્ર લાખન કુસ્વાહાને ઝડપી પાડ્યો હતો.