New Update
અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા
પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી
એજન્ડા પરના 40 કામોને મંજૂરી
કોંગ્રેસે ધુળીયા રસ્તા બાબતે નોંધાવ્યો વિરોધ
માર્ગોના સમારકામના કામને મંજૂરી
અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી તો બિસ્માર માર્ગોના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અંકલેશ્વર નગર સેવાસદનની સામાન્ય સભા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભામાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડીયા તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સામાન્ય સભામાં એજન્ડા પરના 40 જેટલા કામોને સર્વાનુમતે અને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત રૂ.10 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.આ સાથે જ અંકલેશ્વરના જવાહરબાગ સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કનું સરદાર પટેલ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સ્વામી વિવેકાનંદ નામકરણ કરવામાં આવ્યું હતું.
આ અંગે વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે શાસકો બહુમતીના જોરે કામો પાસ કરાવી દે છે પરંતુ અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોના કારણે ધુળીયું વાતાવરણ સર્જાયું છે જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે માર્ગોના સમારકામની માંગ કરવામાં આવી હતી
Latest Stories