અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બુલેટ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની રાજસ્થાન ખાતેથી કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી રોયલ

New Update
IMG-20250630-WA0045
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી રોયલ કોમ્પલેક્ષના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બુલેટ બાઇકની ચોરીમાં સંડોવાયેલ આરોપી પ્રેમસિંગ ઉર્ફે બબલુ ઉદેસિંગ રાણાવત ઓળખ છુપાવી રાજસ્થાનના શિરોહી ખાતે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી પ્રેમસિંગ રાણાવતને ઝડપી પાડ્યો હતો.