New Update
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામનો બનાવ
શાળામાં સાફ સફાઈ દરમ્યાન વિદ્યાર્થી ઇજાગ્રસ્ત
યુથ પાવર ગ્રુપના સભ્યોએ લીધી મુલાકાત
તંત્ર પાસે ન્યાયની કરી માંગ
શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી વેળા ઇજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની યુથ પાવર ગ્રુપમાં સભ્યોએ મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ કરી હતી
તાજેતરમાં ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકને સાફ સફાઈ દરમિયાન શાળામાં હેન્ડપંપમાંથી પાણી કાઢતા બે જેટલી આંગળીઓ આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જે બાદ બાળકની માતાએ તેને 4 કલાકે પ્રથમ પ્રતાપ નગર બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો.હાલ બાળકને શાળા દ્વારા કોઈપણ સહાય કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.તેવામાં આજરોજ યુથ પાવર ગ્રુપ વાલિયાના અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા સહિતના આગેવાનોએ મુલાકાત કરી હતી.અને આ ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરી બાળકને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બાથરૂમની સાફ સફાઈ દરમિયાન વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી દ્વારા રિપોર્ટ સબમીટ કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારી દ્વારા સ્થળ મુલાકાત સહિતની કામગીરી કરવામાં આવી હતી