NH 48 પર બની હતી હિટ એન્ડ રનની ઘટના
પોલીસકર્મીનું નીપજ્યું હતું કરુણ મોત
અકસ્માત બાદ વાહનચાલક થયો હતો ફરાર
બી ડિવિઝન પોલીસની સીસીટીવીના આધારે તપાસ
અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની હરિયાણાથી ધરપકડ
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 અમરતપુરા ગામ પાસે એક પોલીસકર્મીને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં પોલીસકર્મીનું કરુણ મોત નીપજ્યું હતું,પોલીસે ફરાર ટ્રક ચાલકની હરિયાણાથી ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લાના અમરતપુરા ગામના પાટિયા પાસે ગત તારીખ-1લી નવેમ્બરના રોજ શ્વાનને બચાવી રોડ ક્રોસ કરતા પોલીસ જવાનને અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસકર્મી અરવિંદ અવચળભાઈનું મોત નીપજાવી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.જે ઘટનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.યુ.ગડરીયા દ્વારા અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી. કુટેજ અને હ્યુમન રિસોર્સ આધારે તપાસ હાથ ધરી હતી.જેમાં ટ્રક નંબર-RJ-14-GL-1753ના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે હરિયાણાથી અનવર યુનુસ મકુલને ઝડપી પાડી અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.