-
અંકલેશ્વર નજીક ફરી એકવાર સર્જાયો અકસ્માત
-
હાઇવે પર પાનોલી નજીક અકસ્માતનો બનાવ
-
કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જયો
-
બાઈક સવાર 3 લોકો ઇજાગ્રસ્ત
-
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. નેશનલ હાઇવે પર પાનોલી નજીક આવેલ મીના હોટલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેઓને 108 એમબ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે કાર ચાલકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી.અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તો નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ શરૂ કરી છે.