અંકલેશ્વર : નર્મદા નદીના ધસમસતા પાણીના વહેણમાં જુના ધંતુરીયા થયું નામશેષ,જમીનના ધોવાણથી અસરગ્રસ્ત ખેડૂતોની કમર તૂટી

અંકલેશ્વર તાલુકાનું જુના ધંતુરીયા ગામ નર્મદા નદીને કાંઠે વસેલું હતું,પરંતુ કાળક્રમે નદીમાં આવતા ઘોડાપૂરને પરિણામે આ ગામ આજે નામશેષ થઈ ગયું...

New Update
  • નર્મદા નદીના ધસમસતા પાણીએ કર્યું જમીનનું ધોવાણ

  • જુના ધંતુરીયાની જમીનનું ધોવાણથી ગામ થયુ નામશેષ

  • ડુબાણમાં ગયેલી જમીનના જાહેર થયા હાસ્યાસ્પદ ભાવ

  • સંરક્ષણ દીવાલની કામગીરી ખોરંભાતા જમીનનું થયું ધોવાણ

  • જમીનના વળતરમાં રૂ.2થી 20 નક્કી કરતા ખેડૂતોમાં રોષ

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામની મહામૂલી જમીનનું નર્મદા નદીના પાણીમાં ધોવાણ વધતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.બીજી તરફ ભાડભૂત બેરેજ યોજના માટે સરકારે ડુબાણમાં ગયેલી જમીનના નજીવા ભાવ જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ફૂટના 48 પૈસાતરીયામાં 75 પૈસા અને બોરભાઠા ગામમાં 2.05 રૂપિયા ભાવ જાહેર કરાયો છે.

અંકલેશ્વર તાલુકાનું જુના ધંતુરીયા ગામ નર્મદા નદીને કાંઠે વસેલું હતું,પરંતુ કાળક્રમે નદીમાં આવતા ઘોડાપૂરને પરિણામે આ ગામ આજે નામશેષ થઈ ગયું છે.જમીનનું ધોવાણ અટકાવવા માટે સંરક્ષણ દીવાલ બનાવવાનું કામ પણ મંજૂર થયું હતું.જોકે આ કામગીરી પણ અધૂરી રહેતા આખરે નર્મદા નદીના ધસમસતા પાણીની થપાટમાં મહામૂલી જમીનનું ધોવાણ સતત વધતું ગયું છે.

હાલ ભાડભૂત બેરેજ યોજના હેઠળ ભરૂચ અને અંકલેશ્વરના કાંઠા તરફ સંરક્ષણ પાળાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.1992થી અત્યાર સુધીમાં અંકલેશ્વર તરફના કાંઠાની 2,300 એકરથી વધારે જમીન ડૂબમાં ગઇ છે. ડૂબમાંગયેલીજમીનના મામૂલી ભાવ જાહેર કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સરકારે 2025 ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલ જમીનની કિંમતમાં 80 ટકા કાપ અને બચી ગયેલી જમીનનું વળતર પણ 2 રૂપિયા થી લઇ 20 રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ જોવા મળે છે.

અસરગ્રસ્ત ખેડૂતો રોષ પૂર્વક જણાવી રહ્યા છે કે ખેતીલાયક જમીનો સરકારની બેદરકારીના કારણે ડૂબમાં ગઇ છે.2013માં જમીન ગેબિયન વોલ બનાવવા માટે આપી હતી,પણ કામગીરી કરાઇ નથી. જેના પરિણામે ખેડૂતોએ જમીન ગુમાવી દીધી છે અને મહામુલી જમીનના કોડીના દામ મળી રહ્યા છે.આખે આખા ગામની જમીન નર્મદા નદીમાં વહી જતા ખેડૂતો સહિત સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલી પણ વધી છે.અને સરકાર દ્વારા હજારો એકર જમીનનું ધોવાણ બાદ પણ યોગ્ય ધ્યાન આપવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે