અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આયોજન
ભાજપ અને શિવ ગ્રુપ દ્વારા આયોજન
રક્તદાન શિબિરનું આયોજન કરાયું
પી.એમ.મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવાકાર્ય
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ પરિવાર તેમજ શિવ ગ્રુપ અને એકતા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે ભાજપના પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેવા કાર્ય થકી જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી.આ સાથે જ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ફૂટ વિતરણ તો વિધવા બહેનોના સન્માન સમારોહ અને સ્મૃતિચિન્હ વિતરણ સમારોહ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.