New Update
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બન્યો હતો બનાવ
મહિલાએ નદીમાં લગાવી હતી મોતની છલાંગ
3 દિવસ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો
મૃતક મહિલા સુરતની રહેવાસી હોવાનું બહાર આવ્યું
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલા સુરતના અડાજણ વિસ્તારની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ બપોરના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી સ્થાનિક નાવિકોએ આ દ્રશ્યો જોતા મહિલાની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે નજીકથી એક પર્સ મળી આવ્યું હતું જેમાં સુરતના માંડવીથી ભરૂચની એસ.ટી. બસની ટિકિટ પણ મળી આવી હતી.ભારે શોધખોળ બાદ પણ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે સતત 72 કલાક સુધી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ફાયર વિભાગની ભારે જહેમત બાદ આજરોજ બપોરના સમયે મહિલાનો મૃતદેહ નર્મદા નદીમાંથી ભરૂચ તરફ આવેલ ગુરુદ્વારા નજીકથી મળી આવ્યો હતો.આ અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા.મહિલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી કીર્તિ જયંતકુમાર પારેખ હોવાનું સામે આવ્યું છે અને ઘર કંકાસમાં તેણે અંતિમવાદી પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફ્લો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને ગડખોલ પી.એસ.સી. સેન્ટર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories