અંકલેશ્વર: અંદાડા ગામ નજીક કાર ચાલકે 2 ગાયને  લીધી અડફેટે, ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ

અંકલેશ્વરના અંદાડા ગામ નજીક  પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઇસમે બે ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી.

New Update
Screenshot_2025-08-28-17-21-39-57_6012fa4d4ddec268fc5c7112cbb265e7

અંકલેશ્વરના અંદાડા ગામ નજીક  પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઇસમે બે ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી.

આ ઘટનામાં બે ગાયોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.સાથે જ કાર ચાલકે પાણીપુરીની લારીને ટક્કર મારી કાર વીજ પોલ સાથે ભટકાવી હતી.રાતે બનેલ ઘટનાને પગલે રાહદારીઓમાં ફફડાટ ફેલાયો ગયો છે.અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસ વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા રસ્તે રખડતા પશુઓ સાથે રેડિયમ વાળા બેલ્ટ લગાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કાર ચાલક નશાની હાલતમાં હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.ગૌ રક્ષકો દ્વારા બન્ને ગાયને સારવાર અર્થે પાંજરાપોળ ખસેડવામાં આવી હતી.
Latest Stories