/connect-gujarat/media/media_files/2025/04/14/7MzCSKpANgfN6Ir3nAzM.png)
ભરૂચ જિલ્લામાં મૌસમના બદલાયેલા મિજાજ જોવા મળી રહ્યા છે.બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તો આજે સવારના સમયે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધૂમમ્સભર્યું વાતાવરણ નજરે પડ્યું હતું.
ધુમ્મસના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નડી હતી.થોડા દિવસ અગાઉ જંબુસર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે આ તરફ અંકલેશ્વર અને હાસોટ પંથકમાં ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું છે.જેના કારણે ખેતીના પાકમાં નુકસાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છેમ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સવારના સમયે એકાએક જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂમમ્સભર્યા વાતાવરણના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી જોકે સૂર્યનારાયણને દર્શન દીધા બાદ વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું.