અંકલેશ્વર: કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે AAP પર સાધ્યું નિશાન, કહ્યું આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી !

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.

New Update
  • કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે લીધી મુલાકાત

  • દઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત

  • ફૈઝલ પટેલે રાજકીય નિવેદનો આપ્યા

  • આમ આદમી પાર્ટીનું કોઈ સ્થાન ન હોવાનું નિવેદન

  • જીગ્નેશ મેવાણીના દારૂ-ડ્રગ્સના અભિયાનને સમર્થન જાહેર કર્યું

અંકલેશ્વરના દઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ સ્થાન નથી ભાજપ અને કોંગ્રેસ જ બે મુખ્ય પાર્ટીઓ છે
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ, સામાજિક મુદ્દાઓ તથા આગામી ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું. ફૈઝલ પટેલે જીગ્નેશ મેવાણીના તાજેતરના દારૂ અને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે હતું કે જીગ્નેશ મેવાણી મારા ખૂબ જ નજીકના મિત્ર છે. તેઓ એક ક્રાંતિકારી નેતા છે અને તેમના જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ નથી કરી શકતી.તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત મહાત્મા ગાંધીનાં સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને અહીં દારૂ-ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો સમયની માંગ છે. ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. ગુજરાત તો ભાજપ અને કોંગ્રેસનું ગઢ રહ્યું છે.ભવિષ્યની ચૂંટણી બાબતે વિશ્વાસ વ્યક્ત કરતા ફૈઝલ પટેલે જણાવ્યું કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે.
અત્રે ઉલ્લેખની છે કે દઢાલ ગામે મર્હુમ સાંસદ અહેમદ પટેલના આર્થિક સહયોગથી ટાઈગરતીહ ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરાયુ છે જેની ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.આ કોમ્યુનિટી હોલનું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે.
Latest Stories