અંકલેશ્વર: દીવા ગામની સીમમાંથી મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો હાશકારો

અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.

New Update
IMG-20251029-WA0081

અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી. સરપંચ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.આ પાંજરામાં મગર કેદ થઈ ગયો હતો. જે અંગેની જાણ થતા જ મગરને જોવા લોકોના ટોળા ઉમટયા હતા. બીજી તરફ વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ શરૂ કરી છે
Latest Stories