અંકલેશ્વર: ધોધમાર વરસાદના પગલે GIDCના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જનજીવનને વ્યાપક અસર

અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી

New Update
  • અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ

  • જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો

  • વિવિધ વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

  • જનજીવન પ્રભાવિત

  • વાહનવ્યવહારને વ્યાપક અસર

અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી
હવામાન વિભાગે આપેલા વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંકલેશ્વરમાં પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો.અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં  ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોવર્ધન નાથજી હવેલી, આમ્રકુંજ સોસાયટી, ગટ્ટુ ચોકડી અને કાપોદ્રા પાટિયા જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના પગલે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.વરસાદી પાણી ભરાય જતા વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી હતી.રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો નજરે પડ્યા હતા.હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Latest Stories