New Update
/connect-gujarat/media/media_files/2025/04/15/I1YnjWLNZJV1x8pCphEF.jpg)
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કરમાંથી ડ્રાઇવરના મળેલા મૃતદેહના મામલામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
લૂંટના ઇરાદે ટેન્કર ચાલકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો જ મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં મૃતદેહ પરથી ઇજાના નિશાન મળી આવ્યા હતા.તો બીજી તરફ ડ્રાઇવરનું લાયસન્સ સહિતના દસ્તાવેજો થોડે દૂરથી મળી આવ્યા હતા.આ મામલામાં પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેતા ટેન્કર ચાલક અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે.આરોપીએ કોઈ શિક્ષણ હથિયારના ઘા મારી ટેન્કર ચાલકની હત્યા કરી હતી ત્યારે બી ડિવિઝન પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ટેન્કર ચાલકની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.24 કલાક કરતા વધુ સમયથી ટેન્કર એક જ જગ્યાએ ઊભું રહેતા લોકોને શંકા ગઈ હતી ત્યારબાદ પોલીસને જાણ કરતા હત્યા અંગેનો ઘટસ્ફોટ થયો છે ત્યારે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.