અંકલેશ્વર: રામકુંડ તીર્થધામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય

હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.

New Update
  • અંકલેશ્વરમાં આવેલું છે પૌરાણિક રામકુંડ

  • દર વર્ષે હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે

  • પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરાય

  • ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવાય

  • આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવે છે

અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવતા હોય છે ત્યારે રામકુંડ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ભોજન અને આરોગ્યની ચકાસણી સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.દર વર્ષે હજારોની સંખ્યા રામકુંડ ધામ ખાતે પરિક્ર્મા વાસીઓ આવતા હોય છે  રામકુંડના મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ નર્મદા પરિક્રમાવાસીઓને અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ ઉભી કરી છે. રામકુંડ ખાતે નાસ્તા સહીત બે સમયનું ભોજન અને ઠંડીના કારણે કંબલ અને આરોગ્ય ચકાસણી માટે તબીબીની વ્યવસ્થા ઉભી  કરવામાં આવી છે જેનો મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે
Latest Stories