New Update
-
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
-
પંચાટી બજારમાં તસ્કરો ત્રાટકયા
-
બંધ મકાનને બનાવ્યું નિશાન
-
રૂ.1.50 લાખની મત્તાની ચોરી
-
એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર પંચાટી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે શહેર એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બાઇક સવાર 2 ઈસમો કેદ થયા હતા. છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સોસાયટીમાં આટા ફેરા કરતા હતા.આ અંગે મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે
Latest Stories