અંકલેશ્વર: NH 48 પર નોબલ માર્કેટમાં ફરી આગ લાગતા દોડધામ, ફરી એ જ સ્થળે લાગી આગ

અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી

New Update
  • અંકલેશ્વરમાં ફરી આગનો બનાવ

  • નોબેલ માર્કેટમાં ફરી આગ લાગી

  • ફાયર ફાયટરો ઘટના સ્થળે

  • રસાયણિક કચરામાં આગ ફાટી નિકળી

  • સતત 3 દિવસથી આગના બનાવ યથાવત

અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે.સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રસાયણીક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા તો અગન જવાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાયટર  તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે ત્યારે રસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી આગના બનાવોએ ભારે અફરાતફરીનો માહોલ સર્જ્યો છે.

Latest Stories