અંકલેશ્વર જીઆઇડીસીમાં આગ
ગણેશ સ્કવેરમાં આગનો બનાવ
કપડાની દુકાનમાં આગ ફાટી નિકળી
સંપૂર્ણ દુકાન આગમાં બળીને ખાક
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્કવેરમાં કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં લાગેલ આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા.આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસીના ચાર જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સંપૂર્ણ દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.