New Update
અંકલેશ્વર વાલિયા રોડ પર સર્જાયો અકસ્માત
જયાબેન મોદી હોસ્પિટલ નજીક અકસ્માત
ફૂડ ડિલિવરી બોયને નડ્યો અકસ્માત
બાઈકને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક માર્ગ અકસ્માતમાં ઝોમેટો કંપનીના ફૂડ ડિલિવરી બોયનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ફૂડ ડિલિવરીનું કામ કરીને પરત ફરી રહેલા 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. સારંગપુર ગામે રહેતો 25 વર્ષીય રાજેન્દ્ર રાઠોડ ઝોમેટો કંપનીનો ફૂડ ડિલિવરીનો ઓર્ડર પૂરો કરીને પોતાની બાઇક પર પરત જઈ રહ્યો હતો તે દરમિયાન રોડ પર અચાનક પશુ આવી જતા રાજેન્દ્રએ બાઇક પરનો કાબૂ ગુમાવ્યો અને રસ્તા પર પટકાયો.એ દરમિયાન સામેથી આવી રહેલા ટેમ્પો સાથે તેની બાઇક ભટકાતા રાજેન્દ્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.અંકલેશ્વર GIDC પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
Latest Stories