New Update
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે યોજાયો કાર્યક્રમ
અનાજની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
શીતળા સાતમ નિમિત્તે આયોજન કરાયું
180 પરિવારોને અનાજની કીટ આપવામાં આવી
ગામના આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
તહેવારોના અન્નકૂટ ગણાતા શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે જેમાંથી મહત્વના શીતળા સાતમના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ,ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આદિવાસી સમાજના 180 પરિવારોને ઘઉં, ચોખા, તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આદિવાસી સમાજના સભ્યો પણ સારી રીતે તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ હતો.
Latest Stories