New Update
-
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશ ગ્રુપની કાર્યવાહી
-
અંકલેશ્વરના જીતાલી ગામેથી ઝડપાયો ગાંજો
-
2 મહિલા આરોપીઓની ધરપકડ
-
રૂ.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
-
બન્નેના પતિ વોન્ટેડ જાહેર
ભરૂચ એસ.ઓ જીએ અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.
ભરૂચ એસ.ઓ.જીના પી.એસ.આઈ એમ.એચ.વાઢેર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની આલીશાન સિટીમાં રહેતો સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાય તેની પત્ની સાથે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે આલીશાન સિટીમાં દરોડા પાડ્યા હતા પોલીસ ને 2 સ્થળોએથી 2.221 કિલો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે 22 હજારથી વધુની કિંમતનો ગાંજો અને રોકડા 27.17 લાખ તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 54.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયને ઝડપી પાડી હતી.જ્યારે બેનેના પતિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories