New Update
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયાના ઝોકલા ખાતેથી ઝડપાયો હતો.
ભરૂચ એલસીબીની ટીમને ગત તારીખ-4 જાન્યુઆરીના રોજ બાતમી મળી હતી કે, નેત્રંગ તાલુકાના કંબોડીયાનો બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર-4504 ખાતે ગોડાઉનમાં દારૂનુ કટીંગ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલુ ગોડાઉન ઝડપી પાડયુ હતુ.પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ ૧૩૬૫૬ કિંમત 19.23 લાખ તેમજ આઇસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદામાલ સાથે એક ઇસમ રામદાસ રમણ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે મુખ્ય આરોપી સહીત બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન પોલીસે અગાઉ મુખ્ય આરોપી અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમ અને જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે આ પ્રોહીબીશન એક્ટના ગુનામ સંડોવાયેલ વાલિયા તાલુકાના ઝોકલા ગામનો બુટલેગર અતુલ કમલેશ વસાવાને જી.આઈ.ડી.સી.પોલીસે ઝડપી પાડ્યો હતો.
Latest Stories