અંકલેશ્વર: GIDC પોલીસે માનવ મંદિર નજીકથી ચોરીની બાઈક સાથે આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર GIDC પોલીસે માનવ મંદિર નજીકથી ચોરીની બાઈક સાથે આરોપીની કરી ધરપકડ

New Update
andss

GIDC પોલીસે માનવ મંદિર નજીકથી ચોરીની બાઈક સાથે આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ મથકના પોલીસકર્મીઓ માનવ મંદિર નજીક વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક ઇસમ વાલીયા તરફથી શંકાસ્પદ હાલતમાં બાઈક નંબર GJ-16-ED-0518 લઇને આવતો હોય જેને રોકી પૂછપરછ કરતા તેની પાસે રહેલ બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું.આરોપી શીલુ  બડદીયા નરસિંહ રાવત ઉ.વ.૨૫ હાલ રહેવાસી, મધ્યપ્રદેશ વિરુદ્ધ પોલીસે બાઈક ચોરી અંગેનો ગુનો દાખલ કરી તેની પાસેથી રૂ.50 હજારની કિંમતની ચોરીની બાઈક કબ્જે કરી છે.
Latest Stories