અંકલેશ્વર: સ્ક્રેપ માર્કેટમાં આગની વધતી ઘટના બાદ GPCB જાગ્યુ, હવે ઉદ્યોગો અને જમીન ભાડે આપનાર પર પણ થશે કાર્યવાહી !

અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે

New Update
  • અંકલેશ્વરમાં આગ લાગવાની ઘટનામાં વધારો

  • સ્ક્રેપ માર્કેટમાં વારંવાર બને છે આગના બનાવ

  • જીપીસીબી આવ્યું હરકતમાં

  • ગેરકાયદેસર રીતે સ્ક્રેપ નિકાલ કરનાર ઉદ્યોગો પર થશે કાર્યવાહી

  • ગોડાઉન માટે જમીન ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાશે

Advertisment
અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ત્યારબાદ પણ સતત ત્રીજા દિવસે આ જ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો ત્યારે મોડે મોડે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે હરકતમાં આવ્યું છેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનારા જમીનના માલિકો સામે પણ ગુનો દાખલ કરાશે. અંકલેશ્વરમાં જમીન ભાડે રાખી ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઉભા કરવામાં આવે છે જેની સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે.ઉદ્યોગો પણ ઘણીવાર સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે જેને સ્ક્રેપ ગોડાઉનમાં રાખવામાં આવે છે અને આગ સહિતની વારંવાર ઘટનાઓ બને છે જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ ઓફિસર વિજય રાખોલીયાએ જણાવ્યું હતું કે  કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને જાણ કરવામાં આવશે અને આમ છતાં જો આવી કોઈ પણ પ્રવૃત્તિ માલુમ પડશે તો તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે.
Advertisment
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં આવેલ ભંગારના ગોડાઉનોમાં અવારનવાર આગના બનાવો નોંધાયા છે, આ અંગે ઔધ્યોગિક વેસ્ટ, પ્લાસ્ટિક બેરલ અને બેગો નો સંગ્રહ કરાય છે જેને કારણે પર્યાવરણને ભારે નુકશાન થાય છે.અનેક કિસ્સાઓમાં જમીનો ભાડે રાખીને ગેર કાયદેસર રીતે વેસ્ટ સંગ્રહ કરાય છે અને સમયાંતરે લાગતી આગને કારણે પ્રદૂષણ ફેલાય છે.આ ઘટનાઓની રાજ્ય સ્તરે નોંધ લેવાતા GPCBએ કડક વલણ હાથ ધર્યું છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment