New Update
-
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકજામની સમસ્યા યથાવત
-
હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગી
-
4 થી 5 કી.મી.સુધી વાહનોની કતાર
-
બિસ્માર રોડની કામગીરીના પગલે ટ્રાફિકકામ
-
અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાયા
ભરૂચ અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આજે ફરી એકવાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા અંકલેશ્વર નજીક આવેલ અમરતપુરા ઓવરબ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે. જેના પગલે એક લેન પર જ વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે.
આ કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહનોની ચારથી પાંચ કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે. ગત રાત્રિથી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.આ તરફ અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો ઓવર બ્રિજ પણ સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાય રહી છે.
તો આ અગાઉ ચાર થી પાંચ દિવસ પૂર્વે આમલાખાડી પરના ઓવરબ્રિજનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.આ સમયે પણ વાહનોની 13 થી 14 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી હતી ત્યારે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
Latest Stories