અંકલેશ્વર: ફાર્મા એકમોમાં ઉદ્યોગ મંડળ દ્વારા જોબવર્ક કરતા કારખાનાઓ સામે કરશે તપાસ

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની આવકાર ડ્રગ્સ પ્રા.લી.માંથી 518 કિલો કોકેઇન મળી આવવાના મુદ્દે ઉદ્યોગ મંડળ પણ સક્રિય બન્યું છે,

New Update

અંકલેશ્વર કંપનીમાંથી ડ્રગ્સ ઉત્પાદનનો મામલો 

પોલીસે કર્યો 518 કિલો કોકેઈનનો જથ્થો સીઝ  

કંપનીમાં જીવન રક્ષક દવાની આડમાં થતું હતું ડ્રગ્સનું ઉત્પાદન   

ડ્રગ્સની ઘટના બાદ ઉદ્યોગ મંડળ આવ્યું એક્શનમાં  

જોબવર્ક કરતા ફાર્મા ઉદ્યોગમાં કરવામાં આવશે તપાસ   

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની આવકાર ડ્રગ્સ પ્રા.લી.માંથી 518 કિલો કોકેઇન મળી આવવાના મુદ્દે ઉદ્યોગ મંડળ પણ સક્રિય બન્યું છે,અને જોબવર્ક કરતા ફાર્મા  ઉદ્યોગોમાં જરૂરી તપાસ કરવાની તૈયારી દર્શાવી છે.

દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંક્લેશ્વરની આવકાર ફાર્મા  કંપની માંથી 518 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું,જેની બજાર કિંમત રૂપિયા 5000 કરોડ આંકવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ કંપનીમાં જીવનરક્ષક દવાઓ બનાવવા માટે ઈન્ટરમીડિએટ પ્રકારના કેમિકલ બનાવવામાં આવતા હતા. દિલ્હીના ડ્રગ્સ કેસમાં ત્યાંથી મળેલુ 518 કિલો કોકેઇન અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાં બન્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. દિલ્હીથી આવકાર કંપનીને તેમની જરૂરિયાત મુજબ કેમિકલ બનાવી આપવાનો ઓર્ડર આપ્યો હતો. 518 કિલો કોકેઇન અંકલેશ્વરમાં ઓર્ડર આપી બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવતા કંપનીમાં વધુ ઓર્ડર હોવાની આશંકાએ છાપો મારવામાં આવ્યો હતો.કંપનીમાં તપાસ દરમિયાન દિલ્હી મોકલવા માટે ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરવામાં આવતુ હોવાનું જાણવા મળ્યું હતું.આ ઘટના બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પણ હવે જોબવર્કથી કેમિકલ બનાવી આપતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.અને ઔદ્યોગિક વસાહત પર લાગી રહેલી કલંકિત ડ્રગ્સ ઉત્પાદનની કાળી ટીલ્લીને ભૂંસવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.