અંકલેશ્વર: બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં કરણી સેનાનું પ્રદર્શન !

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • વિરોધ પ્રદર્શન યોજાયું

  • કરણી સેના દ્વારા વિરોધ

  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ

  • ભારત સરકાર હસ્તક્ષેપ કરે એવી માંગ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરીવાર હિંસા ફાટી નીકળી છે અને તેમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં સૂત્રોચાર કર્યા હતા.આ મામલામાં ભારત સરકાર હસ્તક્ષેપ કરી હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરે તેવી માંગ કરવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં કરણી સેના ગુજરાતના અધ્યક્ષ ઓ.પી.સિંગ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Latest Stories