અંકલેશ્વર: રહેણાંક મકાનમાંથી રૂ.10 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો, પડીકી બનાવી છૂટકમાં કરવામાં આવતું હતું વેચાણ

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ઓમનગરના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 10 લાખની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને મળી સફળતા

  • મીરાનગર વિસ્તારમાં દરોડા

  • રહેણાક મકાનમાંથી ગાંજો ઝડપાયો

  • રૂ.10 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત

  • મહિલા આરોપીની ધરપકડ

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ઓમનગરના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 10 લાખની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે
અંકલેશ્વરમાં નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલા ઓમનગરમાં દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી  રૂ. 10.19 લાખની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે મકાનમાં ગાંજાની નાની-નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું.
આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી મહિલા જ્યોતિ મંડલની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો મૂળ બિહારના મિથુન મંડલ દ્વારા મોકલવામાં આવતો હતો. હાલ મિથુન મંડલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે જપ્ત કરેલ ગાંજાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories