New Update
અંકલેશ્વરમાં બન્યો બનાવ
પ્રેમી અને પ્રેમિકાએ કર્યો આપઘાત
પરણીત પ્રેમીએ ભર્યું અંતિમવાદી પગલું
વૃક્ષ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો
પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદ્રા જવાના માર્ગની બાજુમાં આંબાવાડીમાં આંબાના વૃક્ષ સાથે પરણીત પ્રેમીએ પ્રેમિકા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના વસાવા ફળિયામાં રહેતા મેહુલ વસાવા ગતરોજ સાંજે તેના ઘરે હતો તે દરમિયાન તેના મોટા પપ્પાની દીકરીનો ફોન આવ્યો હતો અને તેનો ભાઈ રાહુલ અરવિંદ વસાવાના વોટ્સએપ મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો કે તેણે ગાડી કડકિયાથી બોઈદ્રા જવાના માર્ગની બાજુમાં પાર્ક કરી તે આંબાવાડીમાં સુસાઇડ કરે છે.જેવો મેસેજ હોવાની જાણ મેહુલભાઈને કરતા તેઓ અન્ય મિત્ર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.જ્યાં શોધખોળ કરતા આંબાવાડીમાંથી એક દોરડા પરથી રાહુલ વસાવા અને બીજા દોરડા પરથી તનીષા નામની યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલ પરણીત હોઈ તેના લગ્ન પ્રેમિકા તનીષા વસાવા થાય તેમ ન હોવાથી તેઓએ અંતિમ વાદી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
Latest Stories