New Update
/connect-gujarat/media/media_files/2026/02/06/pdnd-2026-02-06-10-03-44.png)
અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો.
ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતાં અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરીકેટિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો. ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું, જોકે મોપેડ ચાલકને ગંભીર ઇજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો.
અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા નગર સેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે. ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
Latest Stories