અંકલેશ્વર : નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકારો પર બોલાવાઇ તવાઈ,મેગા ડિમોલેશનને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ

અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા અને આગની ઘટનાઓથી કુખ્યાત નોબલ માર્કેટમાં કરવામાં આવેલા દબાણો હાઇવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા,

New Update

અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા અને આગની ઘટનાઓથી કુખ્યાત નોબલ માર્કેટમાં કરવામાં આવેલા દબાણો હાઇવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા,ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ગુજરાતભરમાં પોલીસ દ્વારા હાલમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અને આગની ઘટનાઓથી કુખ્યાત બનેલા નોબલ માર્કેટ પણ તંત્રની રડારમાં આવ્યું છે,અને હાઇવેને અડીને કરવામાં આવેલા દબાણો પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી,અંકલેશ્વરની વાલિયા ચોકડીથી લઈને નોબલ માર્કેટ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Latest Stories