અંકલેશ્વરના ગડખોલ ગામનો બનાવ
નવા વર્ષની રાત્રીએ ખેલાયો ખૂની ખેલ
બનેવીએ સાળાની હત્યા કરી
પારિવારિક ઝઘડામાં હત્યા કરાય
બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે નવા વર્ષની રાત્રીએ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં બનેવીએ તેના સાળાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામ ખાતે રહેતો સુનિલ ગામીત તેની સાસરીમાં પત્નીને લેવા અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં આવ્યો હતો જ્યાં તે પત્નિ સાથે મારઝૂડ કરતો હોય સાળા ભાવિન પંકજ ગામીત તેમજ સાસરીયાઓ સાથે માથાકૂટ થઈ હતી.માથાકૂટ દરમિયાન બનેવી સુનિલ ગામીતે તેના સાળા પંકજ ગામિતને છરીના ઉપરાછાપરી ઘા માર્યા હતા જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ હત્યારો બનેવી ફરાર થઈ ગયો હતો.આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.