New Update
/connect-gujarat/media/media_files/2025/03/25/WsvoFRETffLDboThsuuj.jpg)
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.દેસાઇએ સ્ટાફને NDPS ના કેસો શોધી કાઢવા સુચના આપી હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે બાકરોલ બ્રીજથી મહારાજા નગર, સંજાલી તરફ એક ઇસમ સોનુ જયપ્રકાશ મદેસીયા તથા એક સ્ત્રી રેખા મહેન્દર મદેસીયાનાઓ એક સ્પેલેન્ડર મો.સા રજી.નં.GJ-16-DL-1616 પર રાત્રે નવેક વાગ્યે ગાંજાનો જથ્થો લઇને આવનાર છે
જે બાતમી આધારે બાકરોલ બ્રીજથી મહારાજા તરફના રોડ ઉપર વોચમા હતા તે દરમ્યાન બાતમીવાળા મોટર સાઇકલ ઉપર એક પુરૂષ તથા સ્ત્રી ઇસમ બાકરોલ બ્રીજથી મહારાજા નગર તરફ આવતા ઇન્ડોરમા કંપની સામે રોડની સાઇડમા રોકી તેની પાસેની થેલીમા ચેક કરતા તેઓ પાસેથી રૂ.19,800ની કિંમતનો ગાંજાનો 1.980 કિલો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બાઈક મોબાઈલ મળી કુલ રૂપિયા 54,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Latest Stories