New Update
-
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
-
શાંતિ સમિતિની બેઠકનું કરાયુ આયોજન
-
રમઝાન માસ અને હોળી ધુળેટીના પર્વને લઈ આયોજન
-
કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરવા અનુરોધ
-
શાંતિ સમિતિના સભ્યો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની ઉજવણી કરવામાં આવી રહી છે તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધુળેટીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે.આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસભર્યાવાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી.ચાવડા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
Latest Stories