અંકલેશ્વર : સી.એમ.ના આગમન પૂર્વે પોલીસે કોંગ્રેસ અને આપના આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત

અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર છે.જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી

New Update
  • સીએમના આગમન પૂર્વે રાજકારણ ગરમાયું

  • પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની કરી અટકાયત

  • આપના કાર્યકર્તાની પણ પોલીસે કરી અટકાયત

  • કોંગ્રેસે સીએમને મળવા માટે લખ્યો હતો પત્ર

  • કોંગ્રેસે પોલીસ કાર્યવાહી સામે નોંધાવ્યો વિરોધ

અંકલેશ્વરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન પૂર્વે પોલીસ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર છે.જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.કોંગ્રેસ શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાની,યુથ કોંગ્રેસના વસીમ ફડવાલા,શરીફ કાનુગા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે  બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી તેઓને ગ્રામ્ય પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત સમયે કોંગ્રેસના આગેવાનોએ પત્ર લખી સીએમ સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો હતો.જો કે તે પૂર્વે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવાતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકોના સળગતા પ્રશ્નો બાબતે સીએમને રજૂઆત કરવાની હતી,પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.

Latest Stories