અંકલેશ્વર: ટ્રાફિકની વિકટ સમસ્યા દૂર કરવા કવાયત, પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.

New Update
અંકલેશ્વરમાં ટ્રાફિકજામની વિકટ સમસ્યા
હાઇવે પર વાલિયા ચોકડી નજીક ભારે જામ
આંતરિક માર્ગો પર પણ અટવાય છે વાહનચાલકો
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા જરૂરી સૂચન કરાયા
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર થતાં ટ્રાફિકજામને પગલે ઉચ્ચ અધિકારીઓના નિરીક્ષણ બાદ આજે ટ્રાફિકની સમસ્યા આંશિક કાબુમાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
તેવામાં અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર અવાર નવાર ટ્રાફિકની સમસ્યાનું કેવી રીતે નિવારણ થાય તે માટે અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ડો. કુશલ ઓઝા અને બી ડિવિઝનના પી.આઈ,જી.આઈ.ડી.સી.ના પી.આઈ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.આઈ ભાવના મહેરિયા સહિતના અધિકારીઓ વાલિયા ચોકડી ખાતે સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિકના પ્રશ્નને કેવી રીતે નિવારણ કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ ટ્રાફિકમાં નડતર દબાણ દૂર કરવા તેમજ જરૂર જણાય ત્યાં બેરીકેટ મૂકવા માટે પોલીસ જવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી.જે બાદ આજરોજ વાલિયા ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી નહિવત ટ્રાફિક જોવા મળ્યો હતો.
Latest Stories