અંકલેશ્વર જીઆઈડીસીમાં વિરોધ
બગીચાની જગ્યાને શાકમાર્કેટ માટે ફાળવાતા વિરોધ
સ્થાનિકો દ્વારા સુંદરકાંડના પાઠ યોજાયા
શાકમાર્કેટના કારણે અનેક સમસ્યા ઉભી થશે એવી રજુઆત
અગાઉ કચેરીમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રંગમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો જો કે બાદમાં નોટીફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા આ જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.જેનો સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે.આ બાબતે નોટીફાઇડ એરિયા ઓથો.ની કચેરીમાં થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યા બાદ ગતરોજ રાત્રીના સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય સુંદરકાંડના પાઠ કરી પ્રતીકાત્મક રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે શાકમાર્કેટ આવવાથી વિસ્તારમાં ટ્રાફિક,અવાજ પ્રદૂષણ, ગંદકી, પાર્કિંગની સમસ્યા તેમજ સુરક્ષાની દૃષ્ટિએ અનેક તકલીફો ઊભી થવાની શક્યતા છે.જેથી આ નિર્ણય પરત ખેંચવાની તેઓ માંગ કરી રહ્યા છે.